Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

Share

અમદાવામાં નારોલ પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવતીના પ્રેમી સહિતના આરોપીઓએ યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત પ્રેમીએ યુવતીના ઘરમાં ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં પોલીસે યુવતીની પુછપરછ કરતાં એવી હકીકત સામે આવી હતી કે, આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેને ધાનેરા લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કોઈને નહીં કરવા ધમકી પણ આપી હતી. આરોપીએ અમદાવાદમાં આ યુવતીને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખીને મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. એક સપ્તાહથી પણ વધુ દિવસો સુધી આવા દુષ્કૃત્યો કર્યા બાદ યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને હોટેલમાં લઈ જઈને આ નરાધમોએ ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

યુવતીએ પોલીસને કહ્યું હતું કે, તેના પ્રેમીએ ઘરમાં જ ચોરી કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મુખ્ય આરોપી જે યુવતીનો પ્રેમી છે તે વિધર્મી છે. નારોલ પોલીસે પકડેલા ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપી છોટુરામ શાના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.


Share

Related posts

લીંબડીમાં તસ્કરોનો તરખાટ : ઠંડીમાં પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો….

ProudOfGujarat

પનાર સરકારી માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

વડોદરા : જિલ્લા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!