ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભાજપ દ્વારા વિવિધ અભિયાન થકી જનતાના સેવાકીય કાર્યો કરવામાં આવે છે તેવી જ રીતે મહિલા સશક્તિકરણના ભાગરૂપે તારીખ 19મેની સમી સાંજે 06 કલાકે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના વરદ હસ્તે મહિલા મોરચાનું કમલ મિત્ર અભિયાનનો પ્રારંભ થનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકા સરડવાએ પ્રત્રકાર પરિષદને સંબોધી હતી.
ડો.દિપિકા સરડવાએ જણાવ્યું કે, કમલ મિત્ર અભિયાન સમગ્ર દેશભરમાં ચાલવાનું જે અંતર્ગત ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા મોરચાના ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અભિયાનનો શુભારંભ થનારો છે.
ડો.દિપિકા સરડવાએ અભિયાન અંગે વધુમાં જણાવ્યું કે, આ અભિયાનમાં 15 જેટલી રાષ્ટ્રીય યોજનાઓને જનતા સુધી પહોંચાડવા સફળ પ્રયાસ કરવામાં આવશે જેમાં કઇ યોજનાનું ફોર્મ કયાથી મળશે,અને યોજનાના મેળવવા શું પાત્રત્તા જોઇએ તે તમામ બાબતોની મહિલા કાર્યકરોને આશરે 15 દિવસ તાલીમ આપવામાં આવશે. કમલ મિત્રની બુકનું લોન્ચિંગ કરવામાં આવશે જેમાં 15 જેટલી વિવિધ યોજનાઓની માહિતીનો સમાવેશ કર્યો છે. દેશના કર્મઠ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો હમેંશા પ્રયાસ રહ્યો છે કે દેશની મહિલાઓ સ્વાવલંબી બને, આત્મનિર્ભર બને આ માટે અભિયાન થકી ગુજરાતની મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળે તે માટે કમલ મિત્ર અભિયાનમાં ખાસ તાલિમ મેળવનાર મહિલા કાર્યકર વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને મંડળની બહેનોને પણ તાલિમ આપી બુથ સુધી યોજનાનો લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમા મહિલા મોરચાના કાર્યકરો પણ ખૂબ ઉર્જાના સંચાર સાથે જનસેવાના કાર્યો કરી રહ્યા છે. ગુજરાતમાં આશરે 14 લાખ કરતા પણ વધુ મહિલા લાભાર્થીઓઓને સરકારની યોજનાનો વધુમાં વધુ બહેનો લાભ લે તેવો પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચના મહામંત્રીઓ ડૉ તૃપ્તિ વ્યાસ, સીમા મોહીલે, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને કમલ મિત્રના ઇન્ચાર્જ અરૂણા ચૌધરી, અર્ચના ઠાકર, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધા ઝા, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલયમંત્રી મીરા વાટલીયા ઉપસ્થિત રહ્યા હતા.
વંદના નીલકંઠ વાસુકીયા : વિરમગામ