અમદાવાદમાં સાબરમતિ નદી પર વડાપ્રધાન મોદીએ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયાના એક વર્ષમાં જ બ્રિજ પર લગાવાયેલો ગ્લાસ તૂટી ગયો હતો. આ ગ્લાસ પરથી નદીનો નજારો જેવા મળતો હતો. પરંતુ હવે બ્રિજ પર આવનારા મુલાકાતીઓ નદીનો નજારો જોઈ નહીં શકે. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ પર તૂટેલો ગ્લાસ બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દીધી છે.
આ બ્રિજ પર લોકોની સુરક્ષા માટે ગ્લાસની આસપાસ લોખંડની ગ્રીલ લગાડી દેવામાં આવી છે. જેથી લોકો હવે ગ્લાસ પર ઉભા રહીને નીચે નદીનો વ્યૂ નહીં માણી શકે. રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા આ બ્રિજ પર રહેલા ગ્લાસમાં ચારેક સપ્તાહ પહેલાં તિરાડો પડી ગઈ હતી. બ્રિજ બન્યાના એક જ વર્ષમાં તેનો કાચ તૂટી જતાં લોકોએ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. હવે ત્યાં કોઈ અનિચ્છનિય બનવા ન બને તેના માટે તંત્રએ બેરિકેટ લગાવી દીધા હતા અને શહેરીજનો અને બહારથી આવતા લોકોને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી. હવે ગ્રીલ લગાવી દેવામા આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગરમીને કારણે ગેસ થવાથી કાચ તૂટ્યો હોવાનુ પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે.
અગાઉ ગ્લાસમાં ક્રેક પડતા લોકોની સુરક્ષાને લઇ પ્રશ્નો ઉભા થયા હતા. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવેથી ગ્લાસ ઉપર ઉભા રહી લોકો નીચે નદીનો વ્યુ નહીં માણી શકે. અગાઉ લોકો ગ્લાસ ઉપર ઉભા રહી નદીનો વ્યુ માણી શકતા હતા. પરંતું હવે લોકોની સેફટીને ધ્યાનમાં રાખી કાચની આજુબાજુ ગ્રીલ લગાડવામાં આવી છે.