Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરોડા ગામ હત્યાકાંડમાં 21 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં

Share

અમદાવાદમાં નરોડા ગામના 2002 ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી હતી. કોર્ટ રૂમમાં આરોપીઓની હાજરી લેવાઈ હતી. જેમાં બે આરોપીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 69 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. 21 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો.

અમદાવાદમાં નરોડા ગામમાં પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002 નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.

Advertisement

27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002 ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી. જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાદમાં અન્ય 50 આરોપીની ધરપકડ થઈ હતી.


Share

Related posts

ભરૂચ કોર્ટના સજાના વોરંટથી નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પરોલ ફર્લો સ્ક્વોર્ડ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ ખાતે થી વિદેશી દારૂ ના હજારો ના મુદ્દામાલ ને રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!