નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોની ફ્રિકવન્સીમા વધારો કરવામાં આવ્યો છે. પહેલા મેટ્રો દર 15 મિનિટે મળતી હતી તેના બદલે હવે 12 મિનિટે મળી રહેશે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા મુસાફરોને રાહત રહેશે અને ઓફિસ, કોલેજ પહોચવામાં અનુકુળતા રહેશે. આ ઉપરાંત મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરવા સાથે ટ્રીપમાં પણ વધારો થશે.
અમદાવાદમાં વહેલી સવારમાં નોકરી ધંધા પર જતા લોકો તથા અનેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને સવારમાં નોકરી પર જતા લોકોમાં સવલત મળી રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોની ફ્રિકવન્સીમા વધારો કરવાના આ નિર્ણયથી હજારો મુસાફરોને સવલત મળી રહેશે.
શહેરના ફેઝ -1 માં પુર્વ અને પશ્ચિમને જોડતા મેટ્રો ટ્રેન થલતેજથી વસ્ત્રાલ ગામ અને પુર્વ તેમજ પશ્ચિમને જોડતા મોટેરાથી વાસણા સુધી મેટ્રો સુવિધા શરુ કરવામાં આવી છે. હાલમાં સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી મેટ્રો રેલની સેવા મળી રહી છે. જેમા હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોની ફ્રિકવન્સીમા વધારો કરવાથી અમદાવાદીને લાભ મળી રહેશે.