Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શાહીબાગમાં થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો

Share

અમદાવાદમાં શાહિબાગ વિસ્તારમાં તાજેતરમાં એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસે આ યુવક કોણ છે તેની ઓળખ કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.મૃતક યુવક પાસેથી પોલીસને માત્ર 100 રૂપિયા અને એક બેગ મળી હતી. આ યુવકની હત્યા કોણે કરી તેનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો. જેથી આ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. ક્રાઈમ બ્રાંચે માત્ર એક ટી શર્ટના લોગોથી આ યુવકની ઓળખ કરી લીધી હતી. તે ઉપરાંત તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તેની પણ જાણકારી મેળવી લીધી હતી. ક્રાઈમ બ્રાંચ આ યુવકના હત્યારાઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મૃતક યુવકની ઓળખાણ મેળવવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી હતી પણ પોલીસને કોઈ કડી મળતી નહોતી. આ સમયે ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જાતે તપાસ કરતાં તેમને એક કડી હાથ લાગી હતી. મૃતક યુવાને જે ટીશર્ટ પહેરી હતી તેના પર એક કંપનીનો લોગો હતો. જે લોગોના આધારે કંપની સુધી સંપર્ક કરવામાં આવ્યો અને યુવકની ઓળખાણ થઈ હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીએ કંપનીનો કોન્ટેક્ટ કર્યા બાદ તેમની કોઈ ક્રિકેટ મેચ કે કોઈ કઈ અન્ય ટુર્નામેન્ટ છે તે વિશે જાણકારી મેળવી તો તેમને જાણવા મળ્યું કે, આ કંપનીની એક ક્રિકેટ મેચ હતી. જેમાં આવનારા એટલે કે ભાગ લેનારા તમામ કંપનીની લોગો વાળી ટી-શર્ટ વહેચ્યા હતા. ત્યારબાદ મૃતકનો ફોટો પાડીને કંપનીના સંચાલક સુધી પહોંચાડ્યો હતો એટલે ખબર પડી કે આ મૃતક તેની કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો.

Advertisement

મૃતક યુવક રાજસ્થાન જવા માંગતો હતો અને તેણે ક્યાંકથી 100 રૂપિયાની વ્યવસ્થા કરીને રવાના થયો હતો. રસ્તામાં તેની પાસે પૈસા ઓછા હોવાથી તે ચાલતો જઈ રહ્યો હતો. તે શાહીબાગ કેવર કોમ્પ્લેક્સથી એસ.આર.પી હેડ પાટણ તરફ ઘોડા કેમ્પ બાજુ જઈ રહ્યો હતો. રસ્તામાં તેની પાસે બેગ જોઈને કેટલાક લોકોએ તેને રોક્યો હતો અને તેની પાસે કિંમતી વસ્તુ હશે એમ માનીને તે બેગ જુટાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે તેનો પ્રતિકાર કરતાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીંકવા લાગ્યા હતા. યુવકનું મોત લૂંટના ઇરાદાએ કરવામાં આવ્યું છે. મૃતક પાસે માત્ર 100 રૂપિયા જ હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.


Share

Related posts

સુરતની સેવાભાવી સંસ્થા ધરમપુરના આદિવાસી ગામને દત્તક લઈ સમૃધ્ધ બનાવવા કરે છે કામ

ProudOfGujarat

ભરૂચની મુન્શી મનુબરવાલા સ્કુલ કેમ્પસમાં રમઝાન માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલા મુન્નકોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!