Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર છરીના ઘા ઝીંકયા

Share

અમદાવાદમાં શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ એક ઘટના બનતા રહી ગઈ છે. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ સગીરાને પકડીને કહ્યું હતું કે, તુ મારી સાથે લગ્ન કેમ નથી કરતી એમ કહીને તેણે સગીરાના ગળા પર છરી મારી દીધી હતી. સગીરાએ બુમા બુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. સગીરાએ એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપી યુવક છેલ્લા એક મહિનાથી સગીરાની પાછળ પાછળ ફરતો હતો. જુના વાડજ વિસ્તારમાં રહેતી સગીરાએ ભરત બોડાણા નામના વ્યક્તિ સામે છેડતી તેમજ હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી છે. સગીરા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે રાત્રે તે મરચુ અને શાકભાજી લેવા માટે ગઈ હતી આ દરમિયાન ભરત બોડાણા તેની પાછળ પાછળ આવ્યો અને અને તેના ગળા પર છરી મારીને હત્યાની કોશિષ કરી હતી. ભરત તેનો એક મહિનાથી પીછો કરતો હતો. તેની સાથે વારંવાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો.

Advertisement

ગઈકાલે સગીરા ઘરેથી શાકભાજી લેવા નીકળી ત્યારે આરોપી ભરતે તેને ઉભી રાખી અને મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે તેમ કહીને તરત સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી. સગીરાને ગંભીર ઈજા થતાં તે ઢળી પડી હતી. આ દરમિયાન આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક સગીરાને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. હાલમાં તેની હાલત નાજુક છે. વાડજ પોલીસે ભરત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ : શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિ. વટારીયામાં કસ્ટોડિયનની નિમણૂક રદ કરી વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી કરાવવા ખેડૂત સભાસદોએ રજુઆત કરી..!!

ProudOfGujarat

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાઇક સ્લિપ થતા યુવક પર ડમ્પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!