અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેક્ટર આર. એન. કરમટીયાની ટીમે ચોક્કસ બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાણીયેલ ગામ પાસે ટ્રક નંબર RJ-14-GE-3156 માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ 1131 પેટીઓ તેમજ 384 નંગ છુટી બોટલ સહિત કુલ બોટસ / ટીન નંગ 24512 મળી ઝટપી પાડી હતી. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે ટ્રક સાથે અન્ય 3 ફોરવ્હીલ વાહન, મોબાઈલ તથા રોકડ રકમ સહિત 89 લાખ 13 હજાર 260 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પહેલાથી ચોકી ગોઠવીને આ ઓપરેશન પાર પાડ્યુ હતું. આ ઓપરેશન ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ 1131 પેટીઓ તેમજ 384 નંગ છુટી બોટલ સહિત કુલ બોટસ / ટીન નંગ 24512 સહિત કુલ મુદ્દામાલ સહિત બે ઈસમોની ધરકડક કરવામાં આવી હતી. જેમાં સંદીપ જગદીશસિંહ રાજપુત, 27 તથા માધુભાઈ અમરાભાઈ ઝાલા, 65 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.