Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા

Share

અમદાવાદમાં હજુ થોડા સમય પહેલા જ 1800 કરોડના ક્રિકેટનું સટ્ટા કૌભાંડ ઝડપાયું હતું. આ બાદ હવે બે શખ્સો ગઈકાલે રમાયેલી IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા ઝડપાયા છે. પોલીસે આ બંને શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બંને શખ્સો પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં બે શખ્સો સટ્ટો રમતા ઝડપાયા હતા.

આ મામલાની વિગત મુજબ આ બંને શખ્સો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સટ્ટો રમતા ઝડપાયા હતા. ગઈકાલે રમાયેલી IPL-2023 ની પ્રથમ મેચમાં બંને શખ્સો સટ્ટો રમતા ઝડપાયા હતા. ઝોન-2 પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખોટી લૂંટનું તરકટ રચનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ*

ProudOfGujarat

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ના કસક વિસ્તારમાં રહેતા મકસુદ ભાઈ કારા ની અનોખી સમાજ સેવા સામે આવી છે.જે આજે સામાન્ય લોકો વચ્ચે પ્રશંશાનું કેન્દ્ર બની છે..અને તમે પણ આ અહેવાલ જોયા તેઓના આ કાર્ય ને બિરદાવી દેશો..તો આવો જાણીએ મકસુદ ભાઈ કારા ની આ અનોખી સમાજ સેવા ને આજે લોકો માટે આશીર્વાદ રૂપી બનાવ તરફ જઇ રહી છે……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!