Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ‘‘મોદી હટાવો, દેશ બચાવો’’ના પોસ્ટર્સ લગાવનાર AAP ના 8 કાર્યકરોની ધરપકડ

Share

અમદાવાદમાં ગઈ કાલે મોડી રાત્રે મોદી હટાવો દેશ બચાઓના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટર્સ લાગતાં જ પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને પોસ્ટર્સ હટાવી લેવાયા હતાં. પોલીસે પોસ્ટર્સ લગાવનાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે અને હાલમાં તેમની પુછપરછ શરૂ કરી દેવાઈ છે.

પોલીસે શહેરમાં સીસીટીવી તથા બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત અલગ અલગ ટીમો પણ બનાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શહેરમાં આ પ્રકારના પોસ્ટર્સ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, પોસ્ટર્સ લગાવનાર આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવ્યાં છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે.

Advertisement

પોલીસે આ ઘટનામાં આઠ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, વાડજ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ છે. તે ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના મલિક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાં સહિતની કલમો લગાડીને ફરિયાદ નોંધી છે.


Share

Related posts

લીંબડીની ૨૧ એસ.ટી બસો વિછીયા મોકલવાથી ૬૦ ટકા જેટલા રૂટો બંધ થતા વિદ્યાર્થીઓને અને મુસાફરોને હાલાકી

ProudOfGujarat

ભાવનગર એસ.પી.દ્વારા એસ.પી.ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય.

ProudOfGujarat

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!