Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ શહેરના પાંચ પી.આઈ ની આંતરિક બદલી કરાઈ

Share

અમદાવાદ શહેરના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. શહરેમાં એક જ દિવસમાં પાંચ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં આ બાબતનું ચર્ચાએ જોર પકડ્યુ છે. શહેરની જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ પાંચ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલી શહેરમાં કોટડા પોલીસ સ્ટેશન, ખાડિયા પોલીસ સ્ટેશન, SOG, મહિલા અને કંટ્રોલ રુમના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પાંચ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરની એક જ દિવસમાં અચાનક બદલી કરવામાં આવી છે. આગામી એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરુ થાય તે પહેલા જ શહેરના પોલીસ સ્ટેશનનમાં અચાનક જ આ રીતે આંતરિક બંદલી કરી નાખી હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ બદલીનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને કારણે હાલ પોલીસ બેડામાં આ બાબતનું ચર્ચાએ જોર પકડ્યુ છે. હાલ આ બદલી વહીવટી કારણોસર કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. રાજ્યમાં હજુ ગઈકાલથી આજ સવાર સુધી 17 જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાતની 17 જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના 7 વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા. આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલ ખાતે FSL ની ટીમ આવશે. આ તપાસ બાદ રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


Share

Related posts

લાખો રૂપીયાના ખેરના લાકડાની તસ્કરી ઝડપાઈ વન માફીયોમા હડકમ જાણો ક્યા….!!!

ProudOfGujarat

પ્રદેશપ્રમુખ સીઆર પાટીલનાં જન્મદિને નર્મદા ભાજપે કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!