Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

Share

રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેની નજર ચુકવીને ચોરી કરતા 3 ઈસમોની પોલીસે ઝડપી પાડ્યા છે. જેમા આરોપીઓ પેસેન્જરને બેસાડી તેની સાથે તેના સાગરિતોને પણ પેસેન્જર તરીકે રિક્ષામાં બેસતા હતા ત્યારબાદ તેમને વાતોમાં લઈ નજર ચુકવી રોકડ રકમ ચોરી કરતા હતા. હાલમાં આ સાથે આરોપીઓ પાસેથી 63 હજાર પાંચસો રુપિયા રોકડા તેમજ સી.એન.જી રિક્ષા કિંમત 2 લાખ 50 હજાર સાથે કુલ મળી રુપિયા 3 લાખ 13 હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એસ.ત્રિવેદીની ટીમ દ્વારા રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેની નજર ચુકવીને ચોરી કરતા 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમા પ્રકાશ ઉર્ફે જાડીયો ઉર્ફે બટકો ચમનભાઈ પટણી, પ્રદિપ ઉર્ફે ગટીયો ઉર્ફે બટકો મંગળભાઈ પટણી, જીતુ ગીરધારીલાલ પારદાસાણીને અમદાવાદના નોબલનગર ખાતેથી આરોપી પાસેથી 63 હજાર પાંચસો રુપિયા રોકડા તેમજ સી.એન.જી રિક્ષા કિંમત 2 લાખ 50 હજાર સાથે કુલ મળી રુપિયા 3 લાખ 13 હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement

આરોપીઓએ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચુકવીને ચોરી કરી ફરાર થઈ જતા હતા. પોલીસ આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

લીંબડી અંવતીકા હોટલ સામે સાપ નીકળતા રેસક્યું કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર : હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!