દેશનું યુવાધન બરબાદી તરફ ઢળી રહ્યુ છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા બેફામ બનીને ડ્રગ્સ વેચી રહ્યા છે. તેવામાં આજે ફરી અમદાવાદમાથી પોલીસે મેફેડ્રોનો મોટો જથ્થો પકડ્યો છે. જેમા 51 ગ્રામ 280 મિલીગ્રામનો જથ્થો કિંમત રુપિયા 5 લાખ 12 હજાર આઠસોની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની એસ.ઓ. જી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. અને આ સાથે બીજી અન્ય વસ્તુ મળી કુલ મળીને રુપિયા 5 લાખ 87 હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
ગત તા. 20 માર્ચના રોજ એસ.ઓ.જી ક્રાઈમ બાન્ચની ટીમને મળેલ બાતમી આધારે શહેરના વિનોબાભાવેનગર પાસે વોચ ગોઠવી હતી. જેમાં રીંગ રોડ પર ધર્મ રેસીડેન્સી પાસેથી અજય શિવપ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 51 ગ્રામ 280 મિલીગ્રામનો જથ્થો કિંમત રુપિયા 5 લાખ 12 હજાર આઠસોની કિંમત તેમજ અન્ય બીજી વસ્તુ મળીને 5 લાખ 87 હજાર આઠસોનો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીનો ગુનાહિત રેકોર્ડ ચેક કરતા મહારાષ્ટ્રના વસઈ પોલીસ સ્ટેશનના બીજા અન્ય 12 ગુના નોધાયેલા હતા. જેમા લૂંટ, મોબાઈલ ચોરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે. જેથી પોલીસે વધુ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.