અમદાવાદમાં ગઈકાલે AMC ના કર્મચારી પર હુમલા કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી સામે એસ્ટ્રોસીટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી AMC નાં પૂર્વ કમિશનર અને નિવૃત IAS અધિકારીનો પૂત્ર છે.
અમદાવાદમાં ગઈકાલે થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પર AMCનાં પૂર્વ કમિશનર અને નિવૃત IAS અધિકારીના પૂત્રએ છડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો આશિષ ત્રિપાઠી નામના વ્યક્તિએ કર્યો હતો. આ મામલે પોલીસે તેની અટકાયત કરી છે અને તેની સામે ફરીયાદ નોંધાઈ છે. આ હુમલામાં આશિષ ત્રિપાઠી પર એસ્ટ્રોસીટિ એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે. આ મામલે પોલીસ આરોપીની ધરપકડ કરશે.
ગઈકાલે અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન નિવૃત્ત IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠી રોષે ભરાયો હતો અને તેણે અચાનક કોર્પોરેશનના સ્ટાફ પર ચાકુ લઈને તુટી પડ્યો હતો. આ ઘટના બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી કરી હતી. આ હુમલાની ઘટનાને પગલે હવે ટેક્સની વસૂલાત કરનાર કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ પોલીસ બંદોબસ્ત સાથે સિલિંગ કામગીરી કરવી પડશે.