Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : પાલડીમાંથી પાંચ લાખના એમડી ડ્રગ્સ સાથે બે ઇસમો પકડાયા

Share

એસઓજીની ટીમે બાતમી આધારે ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પાલડી રામાપીરના મંદિર પાસેથી મંગળવારે મોડી રાત્રે બે આરોપીને પાંચ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. ગુપ્તાનગરના સમીર ઉર્ફ રાજુએ બંને આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપ્યાની વિગતો ખુલી છે. પોલીસે સમીર ઉર્ફ રાજુની શોધખોળ હાથ ધરી હતી.

એસઓજીની ટીમે બાતમી આધારે પાલડી ચાર રસ્તા પાસે રામાપીર મંદિર પાસેથી પસાર થતી ઓટો રિક્ષા રોકીને તપાસ કરી હતી. પોલીસને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને અન્ય શખ્સ પાસેથી રૂ.૫,૧૩,૧૦૦ ની મત્તાનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થતા દરિયાપુરના બંને શખ્સ મો.તોફીક ઉર્ફ લાલા મુસ્તાક અહેમદ શેખ અને મો.સુફીયાન મો.આરીફ સૈયદની એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ એમડી ડ્રગ્સનું છુટકમાં વેચાણ કરતા બંને આરોપીઓ ગુપ્તાનગરમાં રહેતાં સમીર ઉર્ફ રાજુ પાસેથી આ જથ્થો લાવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, રિક્ષા, રોક્ડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૫.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Advertisement

Share

Related posts

અમિતાભ બચ્ચન નેક્સસ મોલ્સના હેપ્પીનેસ એમ્બેસેડર બન્યા ‘એવરી ડે સમથિંગ ન્યૂ’ અનુભવ.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!