Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કેનેડાના વીઝાના નામે 49 લાખ રૂપિયા લઇ વીઝા એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર

Share

કેનેડાના વર્ક વીઝા આપવાના નામે વીઝા એજન્ટે ત્રણ લોકોને કેનેડામાં વર્ક પરમીટ સાથેના વીઝા આપવાનું કહીને રૂપિયા 49 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. દિનેશ પટેલ નામના એજન્ટે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલા શાલીગ્રામ લેકવ્યુ કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને અનેકના લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઇ ગયો હતો. આ કેસમાં છેતરપિંડીનો આંક કરોડો રૂપિયા સુધી જઇ શકે તેમ છે.

આ બનાવની વિગતો એવી છે કે સાયન્સ સીટી રોડ પર આવેલા આઇ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક પટેલ ખાનગી કંપનીમાં ટેકનીકલ વિભાગમાં નોકરી કરે છે. તેમને કેનેડા જવાની ઇચ્છા હોવાથી વિવિધ એજન્ટ અંગે તપાસ કરતા હતા. ત્યારે સપ્ટેમ્બર 2019માં ફેસબુક પર વીઝા આર્ટ અને વીઝા બ્રીજની જાહેરાત જોઇ હતી. જેથી ત્યાં સંપર્ક કરતા મેઘા શાહ નામની યુવતી તેમને મળી હતી અને તેણે જણાવ્યું હતું કે તેમની ઓફિસ વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલા શાલીગ્રામ લેકવ્યુ કોમ્પ્લેક્સમાં આવેલી છે અને તેમના સંચાલક દિનેશ પટેલ (રહે.પંચામૃત બંગલો, કલોલ) છે. જેથી મૌલિકે ઓફિસે જઇને સંપર્ક કરી ખાતરી કર્યા બાદ તેણે તેના ભાભી રૂચિતાબેન અને મિત્ર હાર્દિકાને પણ વાત કરી હતી. જેમા દિનેશ પટેલે તેમના કેનેડાના વર્ક પરમીટની ખાતરી આપીને તબક્કાવાર કુલ 49 લાખ રૂપિયા લીધા હતા. જો કે થોડા મહિના બાદ વીઝાના કોઇ કામગીરી ન થતા તેમણે દિનેશ પટેલને ફોન કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેથી ઓફિસમાં જઇને તપાસ કરતા ઓફિસ પણ બંધ કરીને દિનેશ પટેલ નાસી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જે બાદ તેના કલોલ ખાતેના મકાન પર પણ તે મળી આવ્યો નહોતો. બીજી તરફ મૌલિકને કેનેડા એમ્બેસીથી ફોન આવ્યો હતો કે તેના વીઝાની એપ્લીકેશન રીજેક્ટ કરવામાં આવી છે. દિનેશ પટેલે માત્ર મૌલિક પટેલ સાથે જ નહી પણ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને છેતરપિંડી આચરીને કરોડો રૂપિયા લીધા હોવાનું પણ બહાર આવ્યું છે. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વઘુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિશ્વ સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ કરાયો : 31 મી જુલાઇ સુધી વિવિધ સ્વચ્છતાના યોજાશે કાર્યક્રમો.

ProudOfGujarat

બીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુ આગળ, યશવંત સિંહાને અત્યાર સુધી માત્ર 537 વોટ મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!