શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ત્યારબાદ સેન્સરબોર્ડ ફિલ્મમાંથી કેટલાક સિન પર કાતર ફેરવતાં હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. અગાઉ ફિલ્મનો વિરોધ થવાના ડરે મલ્ટિપ્લેક્સ એસોસિએશનના આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને મલ્ટીપ્લેક્સને નુકસાન ના થાય અને સુરક્ષા આપવા જણાવ્યું હતું. ત્યારે સરકાર તરફથી પણ ફિલ્મ રીલિઝ વખતે સુરક્ષાની વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી. પરંતુ હવે ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે.
અમદાવાદ પોલીસે થિયેટરના માલિકોને પ્રોટેક્શનની બાંહેધરી આપી છે. તમામ થિયેટરોમાં પઠાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કાલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની પહેલા જ દિવસે દેશમાં 1.71 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે, એનો આંકડો આજ સવાર સુધીમાં 4.30 લાખની આસપાસ પહોંચી ગયો છે. મુંબઈમાં શાહરુખ ખાનના એક ચાહકે 25 જાન્યુઆરીના પહેલા જ શો માટે આખું થિયેટર બુક કરી લીધું છે. ‘પઠાણ’ની રિલીઝ દેશમાં 25 સિંગલ સ્ક્રીન થિયેટરમાં દેખાડાશે, જે કોરોનાકાળમાં બંધ થઈ ગયાં હતાં.
આવતીકાલે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને જબરદસ્ત રીસ્પોન્સ મળ્યો છે. પરંતુ ગુજરાતમાં થિયેટર સંચાલકો આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની મુંઝવણમાં છે. તાજેતરમાં જ મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકાર પાસે ફિલ્મ રિલીઝ અંગે પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે. થિયેટર એસોસિયેશને પત્રમાં કહ્યું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તો અમને સુરક્ષા આપવામાં આવે ત્યારે સરકારે ખાતરી આપી હતી કે પુરતી સુરક્ષા સાથે ફિલ્મ રિલીઝ થશે.