Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા

Share

વડાપ્રધાન મોદી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થાય છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોય છે તેઓ તણાવમુક્ત રહે તે માટે વડાપ્રધાન તેમની સાથે ચર્ચાઓ કરે છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચામાં દેશમાંથી 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ત્યારે આજે અમદાવાદના વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય (SAC) ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ તેમજ અમદાવાદ બહારની એમ કુલ મળીને 18 સ્કૂલોના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાંચ વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને એક્ઝામ વોરિયર્સ પુસ્તક આપવામાં આવ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. ખાસ કરીને જે બાળકો બોર્ડની પરિક્ષા આપવાના હોય છે, તેવા બાળકો તણાવ મુક્ત રહે તે માટે તેમની સાથે વાત કરે છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચામાં દેશભરમાંથી 50 હજાર બાળકો ભાગ લેવાના છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્કૂલના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક એકઝામ વોરિયરનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

પુસ્તકમાં એકઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક એકઝામ વોરિયર્સમાં વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરીક્ષા રહે તે માટે વાલીઓ માટે લખાયેલ છ સૂચનો ખૂબ જ લોકપ્રિય થયા છે. પરીક્ષા પે ચર્ચા અંતર્ગત રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વિદ્યાલય(SAC)ને ભારત સરકારની નોડલ સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવી હતી.


Share

Related posts

મોટામિયા માંગરોળ ખાતે આવેલ એસ.પી મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધામાં સિદ્ધિ.

ProudOfGujarat

ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.

ProudOfGujarat

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!