અમદાવાદના ત્રણ મિત્રો ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં પીહા બીચ પર ફરવા ગયા હતાં. જ્યાં બે મિત્રો દરિયામાં ડૂબી જતાં મોત તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક મિત્ર તરતા આવડતું હોવાથી તેનો જીવ બચાવી શક્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંશુલ શાહ, અપૂર્વ મોદી અને સૌરીન પટેલ તેમની પત્નીઓ સાથે દરિયાકિનારે ફરવા માટે ગયા હતા. આ ત્રણેય જણામાંથી બે જણા દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને એમાં પત્નીની નજરની સામે જ મોત થતાં પરિવારજનો ભારે આઘાતમાં છે. આવતીકાલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે.
પરંતુ તેમને લાવવા માટે ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે, જેથી હવે પરિવારજનો પણ આર્થિક સંકળામણને કારણે મૃતદેહ લાવશે કે કેમ એનો નિર્ણય આવતીકાલે લેશે. કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ્સ આવ્યા. ત્યારબાદ બીજી 15 કે 20 મિનિટ પછી દરિયામાં ડૂબેલા બંને યુવાનને કિનારે લાવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા.