Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન

Share

નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા 21 જાન્યુઆરીએ રિવફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર થ્રિલ એડિકટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનમાં અત્યાર સુધીમાં 75 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મેરેથોનની શરુઆત કરાવશે. હર્ષ સંઘવી મેરેથોનમાં ભાગ પણ લેવાના છે. આવતીકાલે 21 જાન્યુઆરીએ અમદાવાદમાં મેરેથોનને લઈને કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યાં છે. જેમાં રિવરફ્રન્ટનો પટ્ટો બપોરે ચાર વાગ્યા પછી બંધ રાખવામાં આવ્યો છે.

આ મેરેથોનમાં 21 અને 10 કિમિ સુઘીની દોડ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો પરિવાર સાથે કે એકલા 5 કિ.મી દોડવા ઇચ્છતા હોય તો તે ફન રનમાં પણ ભાગ લઈ શકે છે. આ મેરેથોનમાં મહિલા અને પુરુષના અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે. કુલ 10 લાખના ઇનામ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રથમ 5 આવનાર લોકોને ઇનામ આપવામાં આવશે. જ્યારે બાકીના લોકોને મેડલ આપવામાં આવશે.

Advertisement

લોકોનો ઉત્સાહ વધારવા 5 સાથે સાથે ફિલ્મી કલાકારો પણ આ મેરેથોનમાં હાજર રહેશે. મેરેથોનના દીવસે સાંજે સુભાષ બ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવશે. આ મેરેથોનમાં અલગ અલગ યુનિવર્સિટીએ પણ ટાઈઅપ કર્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. મેરેથોન માટે 5 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં આર્મી,નેવીના બેન્ડ લોકોના મનોરંજન માટે હશે.

મેરેથોનને લઈને અનેક રુટ પર ડાયવરઝન આપવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમનો પટ્ટો બપોરે ચાર વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. આ મેરેથોનનો રુટ પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત આ રીતે નાઈટ મેરેથોન યોજવામાં આવી રહી છે જેમાં હજારો લોકો ભાગ લેવાના છે.

વાડજ સ્મશાનગૃહ કટથી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડથી આંબેડકર બ્રિજથી જમણીબાજુ વળી અંજલી ચાર રસ્તા સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રહેશે

પાવરહાઉસ ચાર રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈ સુભાષબ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ પશ્ચિમનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

સરદારબ્રિજ નીચે રિવરફ્રન્ટ પૂર્વથી આંબેડકર બ્રિજ રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ તથા આંબેડકર ઓવરબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વાહનો માટે વૈકલ્પિક માર્ગ

વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઈન્કમટેક્સ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ બાટા શોરૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ ટાઉન હોલ ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવરબ્રિજ થઈ અવરજવર કરી શકાશે.

સુભાષબ્રિજ સર્કલ થઈ પ્રબોધ રાવલ સર્કલથી ડાબી બાજુવાળી પલક ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વાડજ સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

પાવર હાઉસ ચાર રસ્તા થઈ ચિમનભાઈ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ પ્રબોધ રાવળ સર્કલથી ડાબી બાજુ વળી સુભાષબ્રિજ સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

ખોડિયાર નગર ચાર રસ્તા થઈ બહેરામપુરા પોલીસ ચોકી પાછળ થઈ જમાલપુર ચાર રસ્તા થઈ સરદારબ્રિજ તરફ અવરજવર કરી શકાશે.

ખોડિયારનગર ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તા થઈ શાસ્ત્રી ઓવરબ્રિજ થઈ વિશાલા સર્કલ થઈ વાસણા ગામ ટી થઈ આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.


Share

Related posts

સુરતનાં ઉધના વિસ્તારમાં ભેજાબાજે તમાકુનાં ડુપ્લીકેટ પાઉચ બનાવી વેચાણ કરતાં 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ProudOfGujarat

પાલેજનાં યુવાનોની પ્રામાણિકતા એક લાખની રોકડ રકમ અને મોબાઈલ ઓઝ ગામનાં મૂળ માલિકને પરત કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આઠમ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!