Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

Share

અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આગ લગાવ્યાં બાદ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. જોકે સવારના સમયે બાળકો શાળાએ ગયા હોય તેમનો આબાદ બચાવ થયો છે. મહત્વનું છે કે, ગોદરેજ ગાર્ડન સિટી એ અમદાવાદનો પોશ વિસ્તાર છે. આજે સવારના સમયે બનેલી ઘટનામાં હાલમાં મહિલાનું મોત અને યુવક ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની જાણ થતા જ ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટના પાછળનું કારણ ઘર કંકાસ બાદ પત્નીની હત્યા કરી જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં આજે ફરી એક વખત આગનો બનાવ બનવાની ઘટના બની હતી. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. આ 12 માળની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતા. બિલ્ડિંગમાં આગ લાગવાથી ત્યાં રહેતા કેટલાક લોકો નીચેની તરફ દોડ્યાં હતાં તો બીજી તરફ અમુક અગાસી પર જતા રહ્યા હતા. આ 12 માળની બિલ્ડીંગમાં લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ પતિ-પત્નીનો ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી દીધી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

ProudOfGujarat

ડૉ. સાગરની ભાષા અને શબ્દોની પસંદગીની અદભૂત પકડ છે : પદ્મશ્રી અભિનેતા મનોજ બાજપેયી

ProudOfGujarat

રાજકોટ-ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ-SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!