Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ અને કચ્છમાં એક સાથે IT નું મેગા ઓપરેશન, 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી

Share

અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે. અમદાવાદ અને કચ્છમાં એક સાથે આઇટીનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. એકસાથે 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી છે. 100થી વધુ આઇટી અધિકારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા છે. વાસ્તવમાં આ વેપારીઓ કરચોરી અને રાજકીય ભંડોળના કારણે આવકવેરાના રડાર પર હતા. જે પછી આવકવેરા વિભાગે અહીં રેડ કરી છે.

માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે IT વિભાગ સતર્ક થઇ રહ્યુ છે. IT વિભાગે ગુજરાતમાં અમદાવાદ અને કચ્છમાં તવાઇ બોલાવી છે. આયકર વિભાગે એક સાથે 18 જગ્યા ઉપર તપાસ શરુ કરી છે. આ કામગીરીમાં 100 થી વધુ આઇટી વિભાગની અધિકારીઓ જોડાયા છે. સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીના ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી છે. થોડા દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રહેશે. જે પછી જ કેટલા બેનામી વ્યવહારો છે અને સાથે જ કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે તે બહાર આવશે. કંપની દ્વારા કયા પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ બધી જ બાબતોની જાણકારી એક બે દિવસની અંદર મળી રહેશે. જોકે હાલમાં આઇટી વિભાગ તમામ સ્થળે તપાસ કરી રહ્યુ છે.

Advertisement

Share

Related posts

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં કાર ખાબકતાં કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર્વે 108 ના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી શહેરીજનોની સેવા માટે નર્સિંગ સ્ટાફ તૈયાર કરાયો.

ProudOfGujarat

મંગળવારનું રાશિફળ : જાણો ક્યાં રાશિના જાતકોની ખુલશે કિસ્મત, તો ક્યાં રાશિના જાતકોને થશે નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!