Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી વેક્સિનેશન શરૂ.

Share

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાને લઈ ગાઇડલાઇનનો અમલીકરણ કરાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતર્કતા દાખવામાં આવી રહી છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્સિર સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી.

Advertisement

રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. રાજ્ય સરકારે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે.


Share

Related posts

શિક્ષણનો વેપાર કરતા લોકોની છટકબારી માટે સરકારે FRC કમિટી બનાવી:હરેશ વસાવા,મંત્રી પ્રદેશ કોંગ્રેસ.

ProudOfGujarat

ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ….

ProudOfGujarat

*પાનોલી જી.આઈ.ડી.સી. ના હાઇવે ન. 8 પર કન્ટેનર માંથી ગેસ લીકેજ ની ઘટના થી ભય નો માહોલ સર્જાયો*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!