Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત.

Share

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતા મોત નીપજ્યું છે. જ્યારે તેની પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને ઇજા પહોંચી છે. આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે ભદ્રેશ્વર સોસાયટી નજીક શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થી એક્ટિવા પર પાડોશમાં રહેતી કિશોરી સાથે સ્કૂલે જઈ રહ્યો હતો. દરમિયાન ઇન્દિરા બ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા બંને નીચે પટકાયા હતા. નીચે પટકાતા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

Advertisement

માથાના ભાગે ઈજા થતા 16 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને આંખના ભાગે ઇજાઓ થઈ હતી. બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા પાસે થી પીકઅપ ગાડીમાં કતલ ના ઇરાદે લઇ જવાતાં 6 પશુઓને બચાવાયા,2 આરોપી ની ઘરપકડ, પશુઓને પાંજરાપોળ મોકલી અપાયા. ગાડી સહિત 3.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. .

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે અંગત અદાવતમાં અંસાર માર્કેટ પરિવારનો વૃદ્ધા પર હુમલો કર્યો જે આરોપીની પોલીસે કરેલી અટકાયત

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!