Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના શાહપુરમાં આગ લાગતાં બાળક સાથે માતા-પિતાનાં મોત.

Share

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો, ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ઘરમાં ઘૂમાડો હતો અને ત્રણેય લાશ પડી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ પત્ની અને એક બાળકની લાશ ફાયર બ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે.

મળતી માહિતી મુજબ અમદાવાદ ફાયર બ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે, શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યુ એચ કોલોનીના એક મકાનમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેયને બહાર નીકળવાનો મોકો ન મળ્યો જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી અને કદાચ તેઓને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ પત્ની અને બાળક બહાર નીકળે તેની પહેલાં જ તેઓના મોત થઈ ગયા હતા. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.

Advertisement

More news to explore


Share

Related posts

વડોદરા : ડભોઇની આયુષ સોસાયટીમાં આવેલા કાર્યાલયમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

ભરૂચ-મિપ્કો ચોકડી પાસે જી.આઇ.ડી.સી ના જર્જરિત કવાટર્સના મકાનો તોડવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો…

ProudOfGujarat

સુરતમાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર થયેલ હુમલાનાં મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!