રાજ્ય સરકારે ચાઈના કોર્ડ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પોલીસને તેના વેચાણ અને દાણચોરીને રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતા વેચાણ ખાનગી રીતે વેચાણ થતું હોવાનું સામે આવતું હોય છે. કેમ કે, આ દોરી ખૂબ ઘાતક હોવાથી લોકોના ગળા કપાઈ જવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં એક વ્યક્તિની ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો ઝડપાયો છે. સરખેજ પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સરખેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ફતેવાડીમાં આવેલી દુકાનોમાં ચાઈનીઝ દોરી ઝડપી પાડી છે.
ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દોરીનું વેચાણા બજારોમાં ચાલી રહ્યું છે. ત્યારે પતંગ રસીયાઓ પણ ચાઈનીઝ દોરી ખરીદતા હોય છે પરંતુ આ દોરી કેટલીકવાર ઘાતક પણ સાબિત થાય છે. જેથી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.
સરખેજ પોલીસે એક ફ્લેટની નીચે આવેલી એક દુકાનમાં દરોડો પાડી 2520 ટેલર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં કડીના વેપારીની સંડોવણી બહાર આવી છે. પ્રતિબંધીત હોવા છતા આ પ્રકારે દોરી આસાનીથી વેચવામાં આવતા પોલીસ પણ સતર્ક બની છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લેણિયાનો જથ્થો મંગાવવા માટે કડીના વેપારી પણ ભાગીદારીમાં સામેલ છે.