દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ચુક્યો છે. ગાંધીનગર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અહીં પીએમ મોદી સહીત તેમના ભાઈઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોદી પરિવાર દ્વારા અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ, આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો આજ હીરાબેન માટે સાચી શ્રધ્ધાંજલી હશે.
વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ આજે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ”
આ અગાઉ હીરાબા બુધવારે બીમાર પડ્યા હતા. જે બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી માતાને મળવા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.