શહેરમાં આગામી રવિવારથી શરૂ થઇ રહેલા ફ્લાવર શોની તૈયારીઓ તેની અંતિમ તબક્કામાં છે ત્યારે આ વખત ફ્લાવર શો માં પ્રવેશ માટે માસ્ક ફરજિયાત કરાશે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં થતાં 150 થી વધારે ફૂલો એક જ સ્થળે લોકો નિહાળી શકશે. ફ્લાવર શો માટે એક વર્ટિકલ થીમ પણ તૈયાર કરાઈ છે. જેમાં જી -20, યુ -20 પણ સમાવેશ થાય છે. સ્થાનિક ધાન જેવા કે બાજરી, જુવાર, મકાઇ, કોદરી જેવા ધાન્ય બાબતે પણ પ્રદર્શની પણ જોવા મળશે. જેથી સ્થાનિક કક્ષાના આ ધાન્ય કેટલા ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપુર છે તે દર્શાવાશે. તમામ ઝોનલ ખાતેના સિવિક સેન્ટર ખાતેથી ફ્લોવર શો માટેની ટિકિટ ખરીદી શકાશે. તે ઉપરાંત ફ્લોવર શો ખાતેથી પણ ટિકિટ મેળવી શકાશે. 12 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ માટે રૂ. 30 ની ફી રહેશે, 13 દિવસ સુધી અટલ બ્રિજ બપોરે 2 વાગ્યાથી લોકો માટે બંધ રહેશે.
ફ્લોવર શોમાં કોઈપણ શાળાના બાળકો મુલાકાત લેશે તો બાળકોમાં વૃક્ષો પ્રત્યે તથા લીલોતરી પ્રત્યે ભાવના ઉભી થાય તે માટે એક ખાનગી નર્સરી તરફથી કૂંડું ભેટમાં આપવામાં આવશે.
શહેરના ગાર્ડનમાં જોવા મળતાં ફૂલો કરતાં અનેક ગણાં વધારે ફૂલોની જાત ફ્લાવર શોમાં જોવા મળશે. 150 કરતાં વધારે જાતના ફૂલો વચ્ચે આ વખતે ફ્લાવર શોમાં લાવવામાં આવનાર એમ૨ી લીલીસનું ફૂલ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહે તેવી શક્યતા છે. આ સિવાય દેશ-વિદેશના ફૂલ પણ મોટી સંખ્યામાં જોવા મળશે.