વડાપ્રધાન પીએમ મોદીના માતાનું આજે નિધન થતા સમગ્ર દેશ શોકમગ્ન છે. 100 વર્ષની વયે હીરાબાએ દુનિયાને અલવિદા કહી છે. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે તેમની બે દિવસથી સારવાર ચાલી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો.
હીરાબાના નિધન પર સમગ્ર દેશ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. તેવામાં તેમના વતન વડનગર પણ શોકમગ્ન બન્યું છે. તેમના વતનના લોકો પણ તેમની આ અણધારી વિદાય પગલે બજારો બંધ રાખીને શોક વ્યકત કર્યો છે.સ્વયંભૂ લોકો બંધમાં જોડાયા છે. હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી.
પીએમ મોદીને પણ આ અંગે જાણ થતા તે રાયસણ ખાતે પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીંથી તેમના અંતિમ દર્શન કર્યા હતા. આ બાદ અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા. હીરાબાના પિયર હોય કે સાસરિયા પક્ષ તમામ લોકો હાજર રહ્યા હતા અને તેમામ સ્વજનોએ અંતિમ વિદાઈ આપી હતી. આ સમાચાર સાંભળતા જ સમગ્ર દેશના લોકો રાજનેતાઓ આ ઉપરાંત અન્ય દેશોના રાજનેતાઓ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.