લોકોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળે તે હેતુથી ટ્રાન્સપોર્ટ સુવિધાના વધુ સરળ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં મેટ્રો અને બીઆરટીએસ આ બે મોટી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે ત્યારે હવે લોકોને મેટ્રો અને બીઆરટીએસ પાસેથી જ ઈલેક્ટ્રીક સ્કૂટર મળશે.
ઈ વાહનોની સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે લોકોને જાહેરમાં આ પ્રકારે ઈ સ્કૂટર ઉપયોગ કરવા મળશે. એએમસી દ્વારા આગામી જુન મહિનામાં આ ઈલેક્ટ્રીક પેડલ સાઈકલ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.
ખાસ કરીને અગાઉ મેટ્રો પાસે પાર્કિંગના પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે કેટલાક પ્લોટ વાહનો પાર્ક થઈ શકે માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ હવે તેનાથી વધુ સુવિધા પ્રાપ્ત થશે. કેમ કે, લોકોને મેટ્રો અને બીઆરટીએ પાસે કનેક્ટિંગ ઈલેક્ટ્રીક સ્કૂટર મળી રહેશે, જેના માટેની પાર્કિંગ સુવિધા પણ ઉભી કરવામાં આવશે.આ ઈલેક્ટ્રીક લો સ્પીડ સ્કૂટર હશે જેના માટે ઈ વ્હીકલ પ્રોજેક્ટમાં 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી હેઠળ મ્યુનિસિપાલિટીએ પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે પ્રારંભમાં આ રકમ ફાળવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 5 વર્ષ સુધી ઓપરેટર દ્વારા શરુ કરાયેલા ઈ વ્હીકલ ચાલુ રાખવાના રહેશે.
ત્રણ કેટેગરીના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી છે. ઇલેક્ટ્રિક પેડલ સાયકલમાં મોટર અને પેડલ બંને વિકલ્પો હોય છે તેથી તે સવારના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર સામાન્ય પેડલ સાયકલ પર 12 ટકા જ્યારે ઈલેક્ટ્રિક સાઈકલ પર 5 ટકા જીએસટી વસૂલે છે. આમ, સામાન્ય પેડલ સાયકલની કિંમત વધી જાય છે. શહેરમાં અત્યારે 2 હજાર ઈ સ્કૂટર મુકવામાં આવશે. મળતી વિગતો અનુસાર મ્યુ. પ્રત્યેક વાહન માટે 20 હજાર સબસિડી પણ આપશે. જેમાં ઈન્સ્ટોલમેન્ટ પહેલા અને ઈન્સ્ટોલમેન્ટ પછી 10 હજાર ચૂકવશે.