Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ, હત્યાની આશંકા.

Share

અમદાવાદમાં મણિનગરમાં ભુલાભાઈ પાર્ક પાસે દવાખાનાના કબાટમાંથી માતા-પુત્રીની લાશ મળતા ચકચારી મચી જવા પામી છે. આ મામલે કાગડાપીઠ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. યુવતી પ્રાઈવેટ દવાખાને કાનની સારવાર માટે ગઈ હતી. આ લાશો મળતા પોલીસ પણ દોડતી થઈ છે. આ સિવાય બંનેની હત્યા ઈન્જેક્શન આપીને કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૌ પ્રથમ હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે, મળતી વિગતો અનુસાર આ યુવતી હોસ્પિટલમાં સારવા માટે આવી હતી. ભારતીની અહીં સારવાર ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા ભારતીના પતિના ઓળખીતા એક યુવકના સંપર્કમાં પણ આવી હોવાનું જાણવા મળ્યું હતું. ડૉ અર્પિત શાહની હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતી સૌ પ્રથમ એલજી હોસ્પિટલમાં જવાની હતી પરંતુ આ ખાનગી હોસ્પિટલમાં કઈ રીતે પહોંચી તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતી અને તેમની માતા બન્ને એલજી હોસ્પિટલ જવા માટે નિકળ્યા હતા.

Advertisement

ડૉ. અર્પિત શાહની હોસ્પિટલમાં વધુ 3 લોકો કામ કરે છે. આજે ડોક્ટર પોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા. બાદમાં જ્યારે હોસ્પિટલના અન્ય કર્મચારીઓ કબાટમાંથી કંઈક કામ માટે કબાટ ખોલવા ગયા ત્યારે ભારતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ અંગેની તત્કાલીક જાણ ડોક્ટરને કરવામાં આવી હતી અને બાદમાં પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી થકી તેમજ લોકોની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે. આ મામલે હોસ્પિટલના સ્ટાફ તેમજ સગા વ્હાલાઓની પૂછપરછ કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચમાં સ્ટેશન રોડ પર હોટલ માલિકની મોટરસાયકલ ગઠિયા ઉઠાવી ગયા

ProudOfGujarat

નેત્રંગની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ દવાખાનામા તસ્કરોએ હાથફેરો કરી ફરાર

ProudOfGujarat

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!