એક તરફ વૈશ્વિક મંદી ચાલી રહી છે તેમજ નાગરિકોની આર્થિક હાલત ખરાબ છે ત્યારે મ્યુનિ.એ પાછલા બારણે ટેક્સમાં વધારો ઝિંક્યો છે. મકાન ખરીદ્યા પછી તેને મ્યુનિ.માં પોતાના નામે કરાવવા માટે નાગરિકો પર અધધ 300 ટકાનો જંગી વધારો ઝિંકાયો હોવાથી તે લાગુ કરાશે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાને આપી છે. રેવન્યુ કમિટીએ મ્યુનિ.માં મિલકત ખરીદારનું નામ દાખલ કરવાની ફીમાં જંગી વધારો કર્યો છે.
સુપરરીચ ઉપર ટેક્સ નાંખવાની વાત કરી રેવન્યુ કમિટીએ તમામ લોકોને તેમાં આવરી લીધા છે. અત્યાર સુધી 10 લાખના રહેણાંકનું મકાન લેનારને રૂ. 250 ચૂકવવાના થતાં હતા તેને સ્થાને હવે રૂ.1000 ચૂકવવા પડશે. તે રીતે 25 લાખની મિલકત ખરીદનારને પહેલા જ્યાં માંડ 625 ચૂકવવાના રહેતાં હતા ત્યાં અત્યારે રૂ. 2000ની રકમ ચૂકવવી પડે છે. તે રીતે 50 લાખનું રહેણાંકની મિલકત ખરીદનારને પહેલા રૂ. 1250 ચૂકવવાના થતાં હતા તેને સ્થાને હવે રૂ. 5000 ચૂકવવાના થશે. તે રીતે કોમર્શિયલમાં પણ 10 લાખની કિંમતની મિલકતના પહેલા જ્યાં રૂ. 500 હવે લાખની કિંમતના મિલકતના રૂ.150ને બદલે રૂ. 4000 તથા 0 લાખ સુધીની મિલકતના રૂ. 2500 ને બદલે રૂ. 10 હજાર જેટલી રકમ ચૂકવવી પડશે.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે, આવકના લક્ષ્યાંકને નહીં પહોંચી વળતા ભાજપ સત્તાધીશો દ્વારા વિવિધ ઉત્સવો પાછળ મોટો ઉડાઉ ખર્ચ કરે અને બાદમાં નાગરિકો પાસેથી ટેક્સ દ્વારા તેની વસૂલાત કરે છે. પ્રજાને રાહત આપવા મટો જ્યાં ટેક્સના બાકી લેણાં પેટે 18 ટકા વ્યાજને બદલે 7 ટકા કરવા માટે સત્તાધીશો દ્વારા બે વખત ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી, ભાજપ માત્ર સ્વપ્રસિધ્ધી માટે પ્રયાસ કરે છે, ખરેખર પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. ઓક્ટ્રોય પેટે મળતી ગ્રાન્ટમાં વધારો કરાતો નથી.