મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બુલેટ ટ્રેનને લઈને તેજ ગતિએ કામ થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જ્યારે બુલેટ ટ્રેન શરુ થશે ત્યારે ત્યાંથી જ પેસેન્જરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી પહોંચી શકે માટે સાબરમતી પાવર હાઉસમાં બુલેટ, મેટ્રો અને બીઆરટીએસને જોડતો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
સાબરમતી પાવર હાઉસ ખાતે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. સાબરમતી પાવર હાઉસ ખાતે નિર્માણાધીન ફૂટ ઓવર બ્રિજ મુસાફરોને હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો, પશ્ચિમ રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને BRTS કોરિડોર સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. ત્યારે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવતા મુસાફરોને એક જ જગ્યાએથી મેટ્રો અને બીઆરટીએસ મળી શકે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. હકીકતમાંમાં બુલેટ, મેટ્રો અને બીઆરટીએસને જોડતો બ્રિજનું કામ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે.
અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પેસેન્જર હબ સાબરમતી ખાતે 350 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. અતિ આધુનિક પેસેન્જર હબ મુસાફરોને ફુટ ઓવર બ્રિજ દ્વારા હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો, પશ્ચિમ રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બીઆરટીએસ કોરિડોર દ્વારા મલ્ટિમોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 1.33 લાખ ચોરસ મીટરના બિલ્ડીંગમાં બે બ્લોક બનાવવામાં આવ્યા છે.