Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો બનાવાયો.

Share

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ગઈકાલે ઉદઘાટન કર્યા બાદ આજે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારે 9 થી રાત્રિના 9 દરમિયાન લોકો મુલાકાત લઈ શકે છે. ત્યારે અહીં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો વગેરે વિશેષરુપે બનાવવામાં આવ્યા છે. દરરોજ બે લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે. 7 જેટલા ગેટ બનાવવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં આ તૈયારીઓ કરવામાં આવી છે. એક વર્ષ પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી.

ગઈકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પીએમ મોદીએ ગઈકાલે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. પીએમની મુલાકાત બાદ આજે અમિત શાહ શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે.

Advertisement

આ વિશેષ આકર્ષણો જોવા મળશે

17 એકરમાં બાળનગરી બનાવવામાં આવી છે.
ભજન કુટીર બનાવવામાં આવ છે.
ગ્લો ગાર્ડન 30 એકરમાં બનાવવામાં આવ્યો છે.
ગાર્જનમાં 200 પ્રકારના 11 લાખથી વધુ ફૂલછોડ છે.
25 હજાર વ્યક્તિની ક્ષમતા સાથેનો લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રકારના પ્રદર્શનો અને કાર્યક્રમ નિહાળી શકાશે

કલ્ચર ગેટ્સ,
પ્રમુખ સ્વામી મહારાજ મહામૂર્તિ,
દિલ્હી અક્ષરધામની રેપ્લિકા,
સોવેનિયર શોપ,
એક્ઝિબિશન પેવેલિયન,
કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ,
પ્રેમવતી ફૂટ કોર્ટ,
સહજાનંદ જ્યોતિ ઉદ્યાન,
ચિલ્ડ્રન એડવેન્ચર


Share

Related posts

વિરમગામમાં “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કરજણના વલણ ગામે 2જો મફત “શિક્ષણ કીટ” વિતરણ કાર્યક્રમ યોજાયો*

ProudOfGujarat

સુરત : શહેરના ઈતિહાસને બચાવવા માટે સુરત મહાનગર પાલિકા સુરત લગભગ 2900 થી વધુ ઘરોને હેરીટેજ ઘોષિત કરવાની તૈયારી કરી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!