આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે. જેમાં ત્રણ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવશે.
અમદાવાદના ઓગંજ ખાતે 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
ઉદઘાટન સમારોહ સાંજે 5 થી 7.30 દરમિયાન યોજાશે. ત્યારબાદ આજથી એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડા પ્રધાન મોદી બુધવારે 600 એકરના શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી હેલિકોપ્ટર શહેર પર ગુલાબની વર્ષા થશે. મળતી વિગતો અનુસાર તેના માટે ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યા છે.
પીએમ મોદી અને મહંતસ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજન અને વિધિ સાથે આ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ તેમજ નવા મુખ્યમંત્રી સહિત સંતો અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના ભક્તો અને મહેમાનો વિશેષ હાજરી આપશે.
ઉત્સવ સ્થળની મધ્યમાં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સોનેરી પ્રતિમા 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી શિલા પર સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પ્રમુખસ્વામી મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો પણ છે.