Proud of Gujarat
FeaturedGujaratINDIA

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં સિક્યોરિટી ગાર્ડની હાજરી પણ બાયોમેટ્રીકથી પુરાશે

Share

અમદાવાદ મ્યુનિસિપિલ કમિશન થેન્નારસનની જ્યારથી કમિશનર પદે નિમણૂક થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એએમસી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોની ઓફિસોમાં કે પછી કોર્પોરેશન હસ્તકની તમામ જગ્યાએ જ્યાં ગાર્ડ રહે છે તેમની બાયોમેટ્રીક હાજરી રાખવા મામલે આદેશ કર્યો છે. સિક્યોરિટી એજન્સીઓ મામલે પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના લાલીયાવાડી ચલાવવામાં નહીં આવે તેમ સ્પષ્ટ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં હવે આ નિયમ પણ લાગુ કરવામાં આવશે.

Advertisement

ખાસ કરીને સિક્યોરિટી ગાર્ડ સમયસર શિફ્ટ મુજબ ફરજ પર હાજર રહી શકે અને નિયમિતા જાળવે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આ મહત્વનો નિર્ણય સિક્યોરીટી ગાર્ડને લઈને પણ લેવામાં આવ્યો છે.

દરેક એજન્સીના સિક્યોરિટી ગાર્ડ પોઈન્ટ પર હાજરી સમયે એજન્સી દ્વારા આપવામાં આવેલ એપોઈન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ, તેમનો ઓળખનો પુરાવો, શારીરિક યોગ્યતાનો પુરાવો, ઉંમરનો પુરાવો, પોલીસ વેરીફીકેશનની ચકાસણી અને તમામ સિક્યોરીટી ગાર્ડએ સાથે રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે હવે આ સાથે બાયોમેટ્રિક સિસ્ટમથી ગાર્ડની હાજરી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ આ મામલે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેથી હવે ગાર્ડ પણ તેમની ફરજ પર યોગ્ય સમયે પહોંચશે.


Share

Related posts

ભરૂચ:દહેજ પોલીસ મથકે બળાત્કારના આરોપીને ફાંસી આપવામાં આવે તે માટે ગામના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

નડીયાદના બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરથી મુસાફરોને ભારે હાલાકી.

ProudOfGujarat

ઝધડીયા આંગણવાડી બહેનોએ બજેટમાં તેમને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે બજેટની કરી હોળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!