Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100 મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું.

Share

અમદાવાદ ખાતે આગામી 15 ડીસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી મહારાજની 100 મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે એક મહિનો સુધી ચાલનારી તેમની જન્મજયંતિને લઈને સંપૂર્ણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં 600 એકરમાં પ્રમુખસ્વી નગર બનાવાયું.

અમદાવાદમાં 15 મી ડિસેમ્બરથી 15 મી જાન્યુઆરી એટલે કે એક મહિના માટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સાથે દરેક જગ્યાએ ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 600 એકરમાં ફેલાયેલા શતાબ્દી સમારોહ માટે મુખ્ય સ્વામીનગર બનાવવામાં આવ્યું છે. આ શહેરમાં પ્રમુચ સ્વામીની 30 ફૂટ ઊંચી પ્રતિમાથી લઈને દિલ્હીના અક્ષરધામ સહીતના ઘણા દ્રશ્યો પ્રદર્શનોમાં મુકાયેલા જોઈ શકાય છે.

Advertisement

આજે 75 કિશોરીઓ માટે યજ્ઞોપવિત યોજાશે. સમૂહ લગ્ન સમારોહ આવતી કાલે યોજાશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોની વાત કરીએ તો 21 મી ડિસેમ્બરે બાળકો માટે બાલ મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 થી 26 ડિસેમ્બર સુધી તમામ નિદાન કેમ્પ યોજાશે. 22 ડિસેમ્બરે કિસાન મંચનો કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાગ લેશે. 22 થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનાર મહોત્સવના પ્રારંભના દિવસે ભવ્ય શોભાયાત્રા નિકળશે. 23 અને 24 ડિસેમ્બરે મહિલા મંચ યોજાશે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. 25મી ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરની સાંજે 1 ડોક્ટર-એન્જિનિયર ફોરમનું આયોજન કરવામાં આવશે આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.


Share

Related posts

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

માંગરોળની એસ.બી.આઇ. બેંકમાં એક જ કાઉન્ટરથી ગ્રાહકોને ભારે હાલાકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!