અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા 8 વર્ષના બાળકનું પતંગ ચગાવતા સમયે મોત થયું છે. આ પ્રકારના કિસ્સાઓ ઉત્તરાયણમાં ધ્યાનમાં આવતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક મહિના પહેલા જ આ પ્રકારે કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પતંગ ચગાવતા બાળકનું મોત થતા, સાબરમતી પોલીસે ગુનો નોંઘીને તપાસ હાથ ધરી છે. બાળકના મોતને લઈને ફરીયાદ પણ કરાઈ છે. ખાસ કરીને બાળકોને માતા પિતા છત પર એકલાને પતંગ ઉડાવવા મૂકી દે છે જ્યાં કેટલીક જગ્યાએ સેફ્ટીનો પણ અભાવ જોવા મળતો હોય છે.
ઉત્તરાયણ પર્વને આડે એક માસ જેટલો સમય બાકી છે અને આ તહેવારમાં ખાસ કરીને બાળકો પતંગની દોરી માટે દોડે છે અને પતંગ ઉડાડવાની મસ્તીમાં મશગૂલ બનતા આ પ્રકારની ઘટના બને છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ ઘટના બની છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતી સમર્થ સ્ટેટસમાં આ ઘટના બનતા બાળકના મોતને લઈને આ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ફ્લેટની છત પરથી પડી જતાં 8 વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. પરિવારના સભ્યો તેમના વહાલા પુત્રના મોતથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આ ઘટના થકી એક જ મેસેજ છે કે, તહેવારો સલામત રીતે ઉજવવામાં આવે જેથી કોઈ જાનહાનિ ન થાય પરંતુ આ દુખદ ઘટના બનતા આ વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
હવે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે ધાબા પર કે ખુલ્લી જગ્યામાં પતંગ ઉડાવતી વખતે અને રસ્તા પર વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લોકોએ રાખવાની તાતી જરુરીયાત છે. 8 વર્ષના બાળકનું ફ્લેટની છત પરથી પડી જવાથી દર્દનાક મોત નીપજ્યું છે ત્યારે પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે.