અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં પાર્ક કરેલી લોડિંગ રિક્ષામાં કોઈ અજાણ્યા શખ્સ ટામેટાના કેરેટો અને તેની નીચે દારૂની 570 બોટલો મૂકી દીધી હતી. આ મામલે રિક્ષા ચાલકને જાણ થતા તેણે શહેરકોટડા પોલીસને જાણ કરી હતી. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની બોટલો મૂકનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર દંતાણી પોલીસ સ્ટેશનમાં હાજર હતા. આ દરમિયાન નરોડામાં રહેતા રાકેશ વણઝારા નામનો યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે પોતે લોડિંગ રિક્ષા ચલાતો હોવાનુ જણાવ્યું હતું. રવિવારે બપોરના સમયે નરોડા ફૂટ માર્કેટમાં ગયા હતો ત્યારે લોડિંગ રિક્ષા ખાલી હાલતમાં પાર્ક કરી હતી. બાદમાં સોમવારે સવારના સમયે રિક્ષામાં શાકભાજીના કેરોટો ભરેલા જેમાં કેરોટામાં ટામેટા તથા નીચેના કેરેટોમાં દારૂની બોટલો કોઈ મૂકી ગયું હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ સાંભળીને પોલીસનો સ્ટાફ તુરત જ નરોડા ફૂટ માર્કેટમાં પહોંચી તપાસ કરી ત્યારે રિક્ષામાં 19 કેરેટ હતા જેમાં કુલ 570 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી આ મામલે પોલીસે રિક્ષામાં દારૂનો જથ્થો મૂકી જનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આ સાથે દારૂને સંતાડવા માટેની જગ્યા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને શંકા છે કે અહીં આ રીતે દારૂની હેરાફેરી થતી હોઈ શકે છે.
બોટલો છુપાવવા માટે પહેલા રસના કેરોટો મૂક્યા હતા, ત્યાર બાદ તેના નીચે ટામેટાના કેરેટો મૂક્યા હતા અને તેની નીચે દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. કેરેટો નીચે ઉતાર્યા ત્યારે દારૂની બોટલો મળી આવતા રિક્ષા માલિક ચોંકી ગયો અને તેઓ તુરંત જ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.