અમદાવાદમાં પૂર્વ વિસ્તારની અંદર ગેંગવોર જેવો માહોલ સર્જાયો છે. બે જૂથો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. સરદારનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગેંગવોરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અસામાજિક તત્વોમાં જાણે કોઈ ડર ન હોય તેમ લાકડીઓ અને પથ્થરો લઈને ફરતા જોવા મળ્યા હતા. અગાઉ ઉત્તરાયણના ઝઘડાની અદાવતમાં આ ઝઘડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ સૂત્રો તરફથી પણ એ માહિતી મળી હતી કે, ચૂંટણી અંગેની કોઈ બબાલ નહોતી આ જૂની અદાવતમાં સામ સામે ઝઘડો થયો છે.
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ અને સામ સામે પથ્થરમારો કર્યો હતો. સરદારનગર વિસ્તારના નહેરુનગરમાં આ પથ્થરમારો થયો હતો. જૂની અદાવતમાં આ પથ્થરમારો થયો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સરદારનગર વિસ્તારના નહેરુનગરમાં કેટલાક ભેગા મળીને પથ્થરમારો કર્યો હતો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. આ પથ્થર મારા ચાર ઘાટલ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે ચૂંટણી કાર્યમાં રોકાયેલી પોલીસ પણ દોડતી થઈ હતી અને આ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.