Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

Share

અવસર લોકશાહીનો, અંતર્ગત ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. આ પૈકી વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તેમજ સમાજના દરેક વર્ગના નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને નૈતિક મતદાનને પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ શહેરની 111 શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

Advertisement

જે અંતર્ગત આજે અમદાવાદની ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે અમદાવાદ જિલ્લાના RAC સુધીર પટેલ તથા શહેરના શિક્ષણાધિકારી આર. એમ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા માનવસાંકળ રચી ગુજરાતના નકશાની કલાકૃતિ તથા Ready For Vote, Avsar જેવી કલાકૃતિઓ રચવામાં આવી હતી. આ ઉપરાંત હાજર વિધાર્થીઓ તથા શાળાના સ્ટાફ મિત્રોએ મતદાન કરવા તથા મહત્તમ મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે હાજર અમદાવાદ જિલ્લાના RAC સુધીર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 65% થી 70% જેટલું મતદાન થાય છે એટલે કે અંદાજે 30% જેટલા લોકો હાલ પણ મતદાનની પ્રક્રિયાથી અળગા રહે છે. મજબૂત લોકશાહી ત્યારે જ કહેવાય કે જ્યારે મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પી. ભારતી તથા જિલ્લા કલેકટર ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અવસર નામનું કેમ્પઈન ચાલી રહ્યું છે, જેનો ઉદ્દેશ છે કે તમામ લોકો મતદાન કરવા જાય. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 111 શાળાઓમાં સવારે 10:30 વાગ્યે આ મતદાન જાગૃતિનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં આજે ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે વિધાર્થીઓએ માનવ સાંકળ રચી Avsar, Ready For Vote, 5-12-22, ગુજરાતનો નકશો જેવી સરસ કલાકૃતિઓ રજૂ કરી હતી. આ વિધાર્થીઓ મારફતે તેમના વાલીઓને સંદેશો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ થયો છે કે તમામ વાલીઓ અચૂક મતદાન કરવા જાય અને આ બાળકો પણ આવતીકાલના મતદારો છે જેથી તેઓ પણ ભવિષ્યમાં મતાધિકારનો ઉપયોગ કરે જેને લઈને આ સમગ્ર સુંદર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

સેનાના અધિકારીઓ જવાનોની ઉપસ્થિતિમાં ફરજ દરમ્યાન હાર્ટએટેક ના હુમલાથી નિધન પામેલ જવાન રાજેશભોઈ ના નશ્વર દેહને વતનમાં અત્યેષ્ટી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયું મહિલા સંમેલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!