પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનને ગાંધીનગરથી લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનને આજે અમદાવાદના મણિનગર નજીક અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન તેના રૂટ પર ચાલી રહી હતી તે દરમિયાન જ પાટા પર ભેંસ વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. આ વંદે ભારત ટ્રેન મુંબઈથી ગાંધીનગર વાયા અમદાવાદ આવી રહી હતી. આ અકસ્માતને પગલે ટ્રેન થંભી ગઈ હતી. જોકે આ ટ્રેનના અકસ્માતને કારણે આવન જાવન પર કોઈ અસર રહેશે નહીં. નોંધનીય છે કે પ્રધાનમંત્રી પીએમ મોદીએ હજુ થોડાક દિવસો પહેલા જ ગાંધીનગર મુંબઈ વચ્ચે વંદે ભારતને લીલી ઝંડી આપી હતી.
આ અકસ્માત ભેંસ ટ્રેક પર આવી ગઈ હોવાથી સર્જાયો હોવાનું મનાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક ભેંસનું ટોળું રેલવે ટ્રેક પર આવી ગયું હતું જોકે ટ્રેનના ડ્રાઈવર દ્વારા અકસ્માત ન બને તે માટે ઇમર્જન્સી બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રેનની ગતિ એટલી તેજ હતી કે ટ્રેન ભેંસ સાથે અથડાઈ ગઈ હતી જેને કારણે ટ્રેનમાં થોડું નુક્કસાન થયું હતું.
અમદાવાદના મણિનગર નજીક ગાંધીનગર – મુંબઈ વંદે ભારતને નડ્યો અકસ્માત.
Advertisement