Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશેરા નિમિત્તે ફાફડા બનાવવા એકને એક તેલનો વારંવાર ઉપયોગ થતા AMC ફૂડ વિભાગની કાર્યવાહી.

Share

અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમો ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાફડા બનાવવા એકને એક તેલનો વારંવાર ઉપયોગ થતા કાર્યવાહી કરવામાં આવી હતી.

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે તળેલા ઓઇલના ટી.પી.સી હાઇજેનિક કંડીશન, લાયસન્સ-રજીસ્ટ્રેશન મેળવ્યા સિવાય ધંધો કરતા હોવાથી તેમજ શિડયુલ-૪ ના નિયમો વગેરે બાબતે વિવિધ ખાધ્ય ધંધાકીય એકમો ખાતે ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં શ્રી રામદેવ કેટરર્સ, નિકોલ અમદાવાદમાં ચેક કરતા ફાફડા બનાવવા (તળવા) માટે એકના એક તેલનો વપરાશ કરતા હતા. હાઇજેનિક કંડીશન, લાયસન્સ, રજીસ્ટ્રેશન મેળવ્યા સિવાય ધંધો કરતા હોવાથી તેમજ શિડયુલ-૪ ના નિયમોના પાલનનો અભાવ જણાઇ આવ્યો હતો. જાહેર આરોગ્યના હીતમાં ફુડ વિભાગ દ્વારા આ એકમને તાત્કાલીક અસરથી અચોક્કસ મુદત માટે સીલ મારવામાં આવ્યા છે.

Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાદ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી નીચે મુજબના કુલ-૧૧ શંકાસ્પદ ખાદ્ય નમુનાઓ લેવામાં આવેલ છે. વસુલ કરવામાં આવેલ મ્યુનિ. વહીવટી ચાર્જ રૂ.૪૬,૦૦૦ અંદાજીત બિનઆરોગ્યપ્રદ ખાદ્ય નાશ ૧૭ કિ.ગ્રામ-૦૩ લીટરનો સમાવેશ થાય છે. આજ પ્રકારનું ચેકીંગ આગામી તહેવારોને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં કરવામાં આવશે.

એફએસએસએ – ૨૦૦૬ અન્વયેના લાઇસન્સ-રજીસ્ટ્રેશન મેળવ્યા વિના ધંધો કરતા જણાશે અને આરોગ્યના નિયમોનું પાલન નહીં કરનાર તેમજ ધંધાકીય એકમો, હલકી ગુણવત્તાનો માલ બનાવવા, વેચવા કે સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત દાંડી યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતાં દાંડી યાત્રીઓનું ફૂલો દ્વારા સ્વાગત કરાયું.  

ProudOfGujarat

વડોદરા રેલવે સ્ટેશનથી બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયુ.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!