અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો શખ્સ, સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટ વિસ્તારમાંથી જે શખ્સને ઝડપ્યો છે, તેના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. જે પાકિસ્તાનમાં ભારતના સીમ કાર્ડ મોકલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સને ભારતીય ટેલીકોમ કંપનીઓના સીમકાર્ડ પહોંચાડવા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવશે. અમદાવાદ ગુજરાત ATS એ અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFI ની પરેડમાં ગયેલા કે નહીં તેની ATS એ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે. પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સને ભારતીય ટેલીકોમ કંપનીઓના સીમકાર્ડ પહોંચાડવા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવશે.