અમદાવાદમાં ગુજરાત યુનવર્સિટી પાસે મોટી ઘટના બની હોવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એક ઇમારતના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે. એક્સપાયર -2 નામની બિલ્ડીંગનું કામ ચાલુ હતું તે જ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને 7 જેટલા શ્રમિકોના મોત થયાના સમાચાર છે.
આ ઘટનામાં એકની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની અને શ્રમિકોની સેફટી માટે શા માટે કોઈ વ્યવસ્થા ન હતી તેવા અનેકો પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. આ અગાઉ પણ ગુજરાતમાં ઘણી દુર્ઘટના બની છે તેમાં શ્રમિકોના મોત થયા છે ત્યારે શ્રમિકો માટે સેફટીની સુવિધા રાખવાની ફરજીયાત કરવામાં આવી છે.
શ્રમિકોની મોત માટે જવાબદાર કોણ ? અને સેફટી જેવા પ્રશ્નો પર ઉભા થઇ રહ્યા છે. આ બનાવ અમદાવાદની ગુજરાત યુનિવસીટી નજીક આવેલા એક્સપાયર- 2 બિલ્ડીંગમાં બન્યો હતો. અમદાવાદમાં ઘણી જગ્યાએ મોટાપાયે મોટી મોટી ઇમારતોના કાર્ય ચાલુ છે ત્યારે આવી ઘટના બને છે બિલ્ડીંગમાં સેફટીની સુવિધા રાખવી જોઈએ જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને. ગરીબ શ્રમિકોના જીવન સાથે રમતો રમાય છે.
મૃત્યુ પામનાર શ્રમિકોના નામ આ પ્રમાણે છે :
1) સંજયભાઈ બાબુભાઇ નાયક
2) જગદીશભાઈ રમેશભાઈ નાયક
3) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
4) મુકેશ ભરતભાઈ નાયક
5) મુકેશભાઇ ભરતભાઇ નાયક
6) રાજમલ સુરેશભાઇ ખરાડી
7) પંકજભાઇ શંકરભાઇ ખરાડી