અમદાવાદમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સાંજે 4 કલાકે ભારે પવન સાથેચ વરસાદ પડ્યો હતો. જેમાં દિવસે સંધ્યા સમય જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક ઝાડ પણ શહેરમા પડ્યા હોવાની આશંકા છે. અમદાવાદમાં આ વખતે ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વીજળી અને કડાકા જોવા મળ્યા હતા.
ભારે ગરમી બાદ વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. તેમાં પણ વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સેટેલાઈટ, શિવરંજની, ગુરુકુળ સહીતના વિવિધ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અંધારપટ જેવો માહોલ છવાયો હતો.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતા. આ ઉપરાંત પશ્ચિમ સિવાય પૂર્વ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી હતી ત્યારે આ ગરમીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા માહોલ બદલાયો હતો. થોડો સમય વાહનો પણ થંભી ગયા હતા તે પ્રકારનો થોડો સમય ભારે પવન ફૂંકાયો હતો. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ આસપાસના દહેગામ સહીતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.