અમદાવાદ-લીંમડી હાઈવે પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા ત્રણ લોકોના મોત થયા છે. જયારે 25 થી વધારે લોકોને ઈજાઓ થતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ લીંબડી હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે. પોલીસ દ્વારા આ અક્સ્માત કઈ રીતે થયો છે અને ચાલકો કોણ છે તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે.
તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. આ સમયે લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.