Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર આવતીકાલથી પૈસા આપી જવું પડશે.

Share

હાલમાં જ PM મોદી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી અહીં જવાની કોઇ ફી નહોતી. પરંતુ હવે અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ફી ના દર નક્કી કરાયા છે. બંને સ્થળે જવા માટે 3-12 વર્ષના બાળકોની એન્ટ્રી ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુલાકાતીઓ આ બ્રિજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં.

ઉલ્લખેનીય છે કે હવે અમદાવાદના અટલ ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે હવે મુલાકાતીઓએ ચાર્જ આપવો પડશે. મળતી જાણકારી અનુસાર, 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આવતીકાલે 31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ પડશે. મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપર માત્ર 30 મિનિટ જ ફરી શકશે તેનાથી વધારે સમય ફરી શકશે નહીં.

Advertisement

Share

Related posts

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં પ્રતાપનગરમાં આવતીકાલથી એક સપ્તાહ સુધી હાફ લોકડાઉન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!