નર્મદા ડેમ અત્યારે ભયજનક સપાટીની નજીક છે ત્યારે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી અમદાવાદના કેટલાક તળાવોમાં ઈન્ટરલિંકીંગથી આવી રહ્યું છે. નર્મદાના નીર અમદાવાદના તળાવોમાં આવતા અમદાવાદના તળાવો પણ છલોછલ થઈ રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા નિગમ સાથે થયેલા એમઓયું અંતર્ગત, સરદાર ડેમ જયારે પણ સપાટીની નજીક કે ઓવરફ્લો થાય ત્યારે આ છોડાયેલું પાણી નર્મદા કેનાલ થકી અમદાવાદના 6 જેટલા તળાવોમાં ભરવામાં આવે છે. ચોમાસા સિવાય ખાલીખમ જોવા મળતા તળાવો અત્યારે વરસાદના પાણીથી ભરાઈ રહ્યા છે તો કેટલાક તળાવો આ પ્રકારે ઈન્ટલિંકીંગથી ભરવામાં આવી રહ્યા છે. ઈન્ટરલિન્કિંગ કરેલા તળાવોમાં શહેરના ગોતા, આર.સી. ટેક્નીકલ, ત્રાગડ, છારોડી, જગતપુર સહીતના 6 તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ માટે અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે છ કિલોમીટર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેના થકી શહેરના આ તળાવોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં 5 તળાવોને લિન્ક કરાયા છે. આ ઉપરાંત 17 તળાવો ઈન્ટરલિન્કિંગથી ભરવા માટેના પ્રયાસો કરાશે. ખાસ કરીને અમદાવાદની શોભા એવા શહેરના તળાવોના પાણી જમીનમાં ઉતારવામાં આવતા પાણીના તળ ઉંચા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શહેરના તળાવો ઓછા વરસાદમાં પણ બારેમાસ ભરેલા રહે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવશે.