અમદાવાદ ખાતે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા બીજી વખત ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આ પહેલા પણ પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરી હતી. અમદાવાદમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી વધુ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે જયારે અમે પ્રથમ યાદી બહાર પાડી હતી ત્યારે અમને શુભેચ્છા આપવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી આ વર્ષે પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની 182 બેઠક પરથી ચૂંટણી લડવાની છે ત્યારે આજે બીજી વખત પાર્ટી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં અમદાવાદ(અસારવા), ચોટીલા, ગોંડલ, માંગરોળ, જામનગર, ધોરાજી, વાંકાનેર બેઠકની ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.
આપ દ્વારા આજે જાહેર કરાયેલા ઉમેદવારની યાદી
1) વિક્રમ સોરાણી – વાંકાનેર બેઠક
2) પિયુષ પરમાર – માંગરોળ બેઠક
3) કરશન કરમુત – જામનગર બેઠક
4) નિમીષાબેન ખુંટ – ગોંડલ બેઠક
5) રાજુ કપરાડા – ચોટીલા બેઠક
6) પૂર્વ પોલીસ અધિકારી જે જે મેવાડા – અમદાવાદ આસરવા બેઠક
7) વિપુલ સખીયા – ધોરાજી બેઠક